HomeMorbiવાંકાનેરના મહારાજા અને રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ પૂજ્ય ભાવચંદ્રજી સ્વામીના આશીર્વાદ મેળવ્યા
વાંકાનેરના મહારાજા અને રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ પૂજ્ય ભાવચંદ્રજી સ્વામીના આશીર્વાદ મેળવ્યા
મોરબી: તા. ૦૧/૦૭/૨૦૨૬ના રોજ રાજ્યસભાના સાંસદ તથા વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહજી ઝાલાએ અજરામર સંપ્રદાયના પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીના પાવન સાન્નિધ્યમાં ઉપસ્થિત રહી તેમના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
આ પવિત્ર અવસરે સાંસદએ પૂજ્ય આચાર્ય ગુરુદેવને શાલ અર્પણ કરી ભાવભર્યું સન્માન વ્યક્ત કર્યું હતું. ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે યોજાયેલી આ મુલાકાત દરમિયાન તેમણે ગુરુદેવના આશીર્વાદ મેળવી સમાજના કલ્યાણ, સુખ-સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત શ્રદ્ધાળુઓ માટે પણ આ મુલાકાત આસ્થા અને આધ્યાત્મિક પ્રેરણાનો અવસર બની હતી.