HomeMorbiહળવદના રાણેકપરમાં મંદિરના કામે લોહિયાળ બબાલ: ધારીયા-પાઇપ સાથે તૂટી પડેલા ટોળાના હુમલામાં...
હળવદના રાણેકપરમાં મંદિરના કામે લોહિયાળ બબાલ: ધારીયા-પાઇપ સાથે તૂટી પડેલા ટોળાના હુમલામાં બે મહિલાઓ સહિત પાંચ ઘાયલ
રાણેકપર ગામે નિલકંઠ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં જાળી અને એંગલ ફિટ કરવાના મુદ્દે જૂનો ખાર રાખી ૧૨ શખ્સોએ પરિવાર પર સશસ્ત્ર હુમલો કર્યો હતો. ધારીયા, લોખંડના પાઇપ અને લાકડાના ધોકાથી થયેલા હુમલામાં બે મહિલાઓના હાથમાં ફ્રેક્ચર સહિત પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં પોલીસે ૧૨ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા અને ખેતી કરતા ૬૧ વર્ષીય રતિલાલભાઈ પ્રભુભાઈ બાબરીયાએ આરોપી ચતુરભાઇ વાલજીભાઇ, નિકુલભાઇ મઘાભાઇ, ભાણજીભાઇ ચતુરભાઇ, અનિલભાઇ હેમુભાઇ, હેમુભાઇ વાલજીભાઇ, બાબુભાઇ વાલજીભાઇ, દાદુભાઇ બાબુભાઇ, શૈલેષભાઇ મઘાભાઇ, સુજલભાઇ શામજીભાઇ, શામજીભાઇ હેમુભાઇ, શિલ્પાબેન અનિલભાઇ, મનિષાબેન શામજીભાઇ રહે બધા- રાણેકપર તા.હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદીનાઓ રાણેકપર ગામે નિલકંઠ મહાદેવના મંદીરના ગ્રાઉન્ડમા જારી,એંગલ ફીટ કરતા હોય જેનો ખાર રાખી આરોપીઓએ પ્રાણઘાતક હથીયારો જેવા કે ધારીયા, લોખંડના પાઇપ, લાકડાના ધોકા, લાકડીઓ ધારણ કરી હુલ્લડ કરી ફરીયાદી તથા સાથીઓને આડેધડ શરીરના ભાગે માર મારી સાથી મુકેશભાઇ તથા જયસુખભાઇને માથામા ગંભીર ઇજાઓ કરી તેમજ સાથી ચંદ્રીકાબેનને ડાબા હાથે ઇજા તથા ફેકચર કરી તથા સાથી જ્યોત્સનાબેનને ડાબા હાથે ફેકચર કરી તેમજ સાથી પ્રભુભાઇને માથના ભાગે ઇજા કરી તેમજ ફરીયાદી તથા અન્ય સાથીઓને નાની મોટી ઇજાઓ કરી ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.