HomeMorbiમોરબીમાં 'દરવાજો તોડ્યો'ની શંકાએ યુવક પર જીવલેણ હુમલો, છરીના ઘા સાથે ધોકાથી...

મોરબીમાં ‘દરવાજો તોડ્યો’ની શંકાએ યુવક પર જીવલેણ હુમલો, છરીના ઘા સાથે ધોકાથી મારપીટ

મોરબીના માળિયા વનાળિયા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી પળવારમાં હિંસક બની ગઈ. ‘દરવાજો કેમ તોડ્યો?’ જેવી બાબતે બે શખ્સોએ યુવક પર છરી અને ધોકા વડે હુમલો કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના માળિયા વનાળિયા ઈસ્માઈલના બંગલા પાસે રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ૨૫ વર્ષીય પંકજભાઈ પાલાભાઈ બારોટએ તેજ વિસ્તારમાં રહેતા આરોપી દિલિપભાઈ રાઠોડ અને નિલેશભાઈ રાઠોડ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું હતું કે ફરીયાદીને આરોપીઓએ કહેલ કે, તે કેમ મારા ઘરનો દરવાજો તોડી પાડેલ છે. આથી ફરીયાદી એ મે દરવાજો તોડેલ નથી એમ કહેતા આરોપી દિલિપભાઈ એકદમ ઉશકેરાય જઈ ફરીયાદિને છાતીના ભાગે છરી વડે સામાન્ય ઈજા કરી તથા આરોપી નિલેષભાઈએ ફરીયાદિને પગના ભાગે ધોકો મારી મુંઢ ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular