HomeMorbiમોરબીવાસીઓ માટે ખુશખબર: હવે સાંધાના દુખાવામાંથી મળશે કાયમી મુક્તિ, આયુષ હોસ્પિટલમાં આયુષ્માન...

મોરબીવાસીઓ માટે ખુશખબર: હવે સાંધાના દુખાવામાંથી મળશે કાયમી મુક્તિ, આયુષ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ પર તદ્દન મફત ઓપરેશન!

મોરબી: વધતી ઉંમર અને બદલાતી જીવનશૈલીના કારણે આજે અસંખ્ય લોકો ઘૂંટણ અને થાપાના અસહ્ય દુખાવાથી પીડાઈ રહ્યા છે. ઘણા દર્દીઓ આર્થિક સંકોચ અથવા યોગ્ય માર્ગદર્શનના અભાવે ઓપરેશન કરાવતા ડરતા હોય છે. પરંતુ હવે મોરબી અને આજુબાજુના વિસ્તારના નાગરિકો માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે “હવે સાંધાના નહીં રહે વાંધા, કારણ કે આયુષ આપે છે શ્રેષ્ઠ સમાધાન!”

મોરબીની નામાંકિત આયુષ હોસ્પિટલ દ્વારા અત્યાધુનિક ટેકનોલોજી અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ સાથે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની (સાંધા બદલવાની) શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ઉપલબ્ધ મુખ્ય સારવાર:

ઘૂંટણના સાંધા બદલવાની સર્જરી (TKR – Total Knee Replacement)

થાપાના સાંધા બદલવાની સર્જરી (THR – Total Hip Replacement)

અનુભવી ડોક્ટરોની ટીમ: દર્દીઓને સચોટ અને સફળ સારવાર આપવા માટે હોસ્પિટલના જાણીતા ઓર્થોપેડિક સર્જન સેવા આપી રહ્યા છે:

ડો. રાજદીપસિંહ ચૌહાણ [M.S. (Orthopedic)]

ડો. પૂર્વ પટેલ [M.B.B.S, D.Ortho., DNB (Orthopedic)]

સૌથી મોટી રાહત: આ તમામ અત્યાધુનિક અને ખર્ચાળ ગણાતી સર્જરીઓ આયુષ્માન કાર્ડ (PMJAY) અંતર્ગત તદ્દન નિઃશુલ્ક (ફ્રી) કરી આપવામાં આવશે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ ન પડે.

આજે જ સંપર્ક કરો:

જો તમે કે તમારા પરિવારમાં કોઈ વડીલ સાંધાના દુખાવાથી પરેશાન હોય, તો મોડું કર્યા વગર આજે જ નીચેના સરનામે અને ફોન નંબર પર સંપર્ક કરી તમારું રજીસ્ટ્રેશન કરાવો.

 સરનામું: આયુષ હોસ્પિટલ, જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી.

📞 એપોઈન્ટમેન્ટ માટે ફોન નંબર: 9228108108

RELATED ARTICLES

Most Popular