HomeMorbiગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: મોરબીના ચકચારી કેસ માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: મોરબીના ચકચારી કેસ માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રીતે એક અગત્યનો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એફ.આઈ.આર. નંબર 11189003260291/2026 ના કેસની કાયદાકીય કાર્યવાહી ચલાવવા માટે વિશેષ નિમણૂક કરવામાં આવી છે. આ કેસના સંચાલન અને મજબૂત પેરવી માટે મોરબીના જાણીતા DGP & PP વિજય સી. જાનીને ‘સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર’ (Special Public Prosecutor) તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી કેસની ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી અને સચોટ બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
આ નિમણૂક સંપૂર્ણપણે કાયદાકીય માળખાને આધીન છે, જેમાં ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩’ ના સેક્શન ૧૮ ના સબ-સેક્શન (૮) હેઠળ મળેલી વિશેષ સત્તાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિજય સી. જાનીની સેવાઓ, ફી તેમજ અન્ય નિયમો અને શરતો ‘લો ઓફિસર્સ રૂલ્સ-૨૦૦૯’ અને તેના સુધારા-૨૦૨૫ ના નિયમ-૧૭(૨) ને આધીન રહેશે. ગુજરાતના રાજ્યપાલના આદેશથી ગૃહ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અમૃત પટેલની સહી સાથે તારીખ ૦૯/૦૭/૨૦૨૬ ના રોજ આ ઠરાવ સત્તાવાર રીતે જારી કરીને સંબંધિત તમામ સરકારી વિભાગો અને ન્યાયિક કચેરીઓને જાણ કરવામાં આવી છે.