HomeMorbiશોભાકુંજ સોસાયટીમા અનોખી રીતે ઉજવાઇ આઠમની મહાઆરતી

શોભાકુંજ સોસાયટીમા અનોખી રીતે ઉજવાઇ આઠમની મહાઆરતી

હિન્દુ સંસ્કૃતીમા નવરાત્રી પર્વ નિમિતે નવ દિવસ સુધી ભક્તો દ્વારા માતાજીની આરાધના કરવાના આવે છે. દરરોજ માતાજીની આરતી તેમજ ગરબા લેવામા આવે છે. નવરાત્રીના પર્વમા આઠમની આરતીનુ અનોખુ મહત્વ રહેલુ છે આ દિવસે મા મહાગૌરીની પુજા કરવામા આવે છે. શોભાકુંજ સોસાયટીના બાળકો તથા વડીલો દ્વારા હાથમા લોટના કોડીયામા દીવા રાખી માતાજીની મહાઆરતી કરવામા આવી. સોસાયટીના પ્રમુખ શ્રી ડો.પુનીતભાઇ માકાસણા જણાવે છે કે આમ કરવાથી આપણી સંસ્કૃતિ સાથે પ્રકૃતિનુ પણ જતન થઇ શકે છે. આરતી બાદ આ લોટના કોળીયાને કિડી તથા અન્ય જીવજંતુઓને ખાવા માટે મુકી દેવામા આવશે. આ સાથે બાળકોમા પણ પ્રકૃતીના જતન કરવાની સમજ ઉભી થશે.

RELATED ARTICLES

Most Popular