HomeMorbiHalvadહળવદમાં આધેડ ને છ શખ્સો એ માર મારતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં...

હળવદમાં આધેડ ને છ શખ્સો એ માર મારતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી

આ કામના ફરિયાદી એ આરોપીની માતા સાથે ફોનમાં ઉંચા અવાજે વાત કરેલો હોય તે બાબતે સારું નહીં લાગતા આરોપીઓએ હળવદ નજીક આવેલ આસ્થા ટેકનો પ્લાસ્ટ માં પ્રવેશ કરી આ કામના ફરિયાદીને ગાળા ગાડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી માર માર્યો હોય ત્યારે આ બાબતે પોલીસ મથકમાં 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ નજીક આવેલ આસ્થા ટેકનો પ્લાસ્ટ કંપનીમાં રહેતા મનોજ રમાશંકર યાદવ (ઉ.વ.૫૨) એ આરોપી અજયભાઈ સુરેશભાઈ કુડેચા, હાર્દિકભાઈ સુરેશભાઈ કુડેચા, સુરેશભાઈ કુડેચા, શીતલબેન સુરેશભાઈ કુડેચા, સંજયભાઈ ચંદુભાઈ કુડેચા, વિજયભાઈ ચંદુભાઈ કુડેચા રહે. બધા હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી અજયભાઈના માતા શીતલબેન સાથે ફોન કરી ઉચા અવાજે વાત કરેલ હોય જેના કારણે આરોપીઓ પાઈપ જેવા હથીયારો ધારણ કરી આસ્થા ટેકનો પ્લાસ્ટ હળવદ કંપનીમાં પ્રવેશી ફરીયાદીને પાઈપ વડે મારમારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી વિજયભાઈ આઇ -૨૦ કાર રજીસ્ટર નંબર -જીજે-૧૩-સીસી-૨૮૭૧ વાળી કાર ફરીયાદી તથા સાહેદોને મારી નાખવાના ઈરાદાથી ભટકાડી માથે ચડાવી દેતા સાહેદ ઉપેન્દ્રરાયને જમણા પગમાં તથા શશીકાંતભાઈને કમરના ભાગે ઈજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Most Popular