HomeMorbiમાલ ખરીદી ફરિયાદી ની પેઠી નું નામ અને GST નંબરનો ઉપયોગ કરવાનું...

માલ ખરીદી ફરિયાદી ની પેઠી નું નામ અને GST નંબરનો ઉપયોગ કરવાનું ફ્રોડ સામે આવ્યું

મોરબી લાલપર ગામ નજીક શિવ સીરામીક નામની પેઢી ધરાવતાં ગણેશ પરસોતમ કાસુન્દ્રાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે તેમાં જણાવ્યા મુજબ તેઓ લાલપર ગામ પાસે શિવ સિરામિક નામની પેઢી ચલાવે છે અને તેના જીએસટી નંબરથી તેઓ ટાઇલ્સનો લે-વેચ નો વેપાર કરે છે. ત્યારે મોબાઈલ નંબર ૯૯૯૮૪૫૩૩૩૪ અને ૬૩૬૩૧૮૭૬૦૧ નો ઉપયોગ કરતા કોઈ સુમિત પટેલ નામધારી માણસ શિવ સીરામીક નામની પેઢીનો માલ ખરીદીને તેની રીતે ગ્રાહકોને વેચી નાખે છે. અને બાકીમાં વેપારી પાસેથી ખરીદ કરીને આ અરજી કરનારની ઓફિસનું સરનામું અને તેના જીએસટી નંબર લખાવે છે. અને જ્યારે વેપારી બાકી નાણાંની ઉઘરાણી કરવા આવે ત્યારે જ તેને જાણ થાય છે કે તેમના જીએસટી નંબરનો ખોટી રીતે ઉપયોગ કરીને તેમની ઓફિસ અને જીએસટી નંબરથી માલ ખરીદીને તેમની સાથે છેતરપિંડી કરી છે.અને તેઓએ આ કોઈ સુમિત પટેલ નામધારી માણસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને ગુનો નોંધવા તાલુકા પોલીસ ટેશનમાં આ ફ્રોડનો ભોગ બનેલા ગણેશ પરસોતમ કાસુન્દ્રાએ અરજી આપીને એફ.આઈ.આર નોંધીને તપાસ કરવા માંગ કરી છે.

RELATED ARTICLES

Most Popular