HomeMorbiમોરબીના ભક્તિનગર સર્કલ નજીક એપાર્ટમેન્ટ માંથી ૯.૧૦ લાખના સોનાની ચોરી

મોરબીના ભક્તિનગર સર્કલ નજીક એપાર્ટમેન્ટ માંથી ૯.૧૦ લાખના સોનાની ચોરી

મોરબીના શનાળા રોડ પર ભક્તિનગર સર્કલ રાજેશપાર્ક જીવનજયોતિ હાઇટસ બ્લોક નં -502માં રહેતા લક્ષ્મણભાઈ દેવકરણભાઈ વડસોલા (ઉ.વ.૬૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમએ ફરીયાદીના રહેણાંક ફલેટનો દરવાજાનો લોક ખોલી ફલેટમા પ્રવેશ કરી શેટીમા રાખેલ સોનાના દાગીના સોનાના બલોયા (પાટલા) જોડી -૧ વજન આશરે ૮ તોલા તથા પેન્ડલ બુટી માળા જોડી-૧ વજન આશરે સવા ચાર તોલા તથા સોનાનો ચેઇન એક તોલાનો મળી કુલ રૂ.૯, ૧૦,૦૦૦/- ના મુદામાલની ચોરી કરી નશી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Most Popular