Sunday, April 26, 2026
HomeMorbiમોરબીના પોકશો કેશના આરોપીનો જામીન પર છુટકારો

મોરબીના પોકશો કેશના આરોપીનો જામીન પર છુટકારો

Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ ફરીયાદીની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી જાતીય શોષણ કરવાના ઈરાદે ભગાડી અપહરણ કરવામાં મદદગારી કર્યા અંગેના ગુન્હાની ફરીયાદના આધારે મોરબી સીટી તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ- ૧૩૭(૨),૮૭,૬૪(૨) (આઈ) (એમ), ૬૫(૧),૫૪ તથા પોકસો એકટની કલમ-૫(એલ), ૬,૧૭,૧૮ મુજબ આરોપી લાલજીભાઈ ઉર્ફે લાલો નરશીભાઈ દેગામાનાઓની ધરપકડ કરેલ હતી.

જેમાં આરોપી લાલજીભાઈ ઉર્ફે લાલો નરશીભાઈ દેગામાનાએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ. આરોપી તરકે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નાદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ રજુ રાખેલ. બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટ નુ જજમેન્ટ સંજયચંદ્ર વિ. સી.બી.આઈ ને ધ્યાને લઈ આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી. મોથરીયા, મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અંગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા રોકાયેલા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular