Saturday, April 25, 2026
HomeMorbiમોરબીમાં દશનામ ગોસ્વામી સમાજના સમૂહલગ્ન યોજાયા

મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજના સમૂહલગ્ન યોજાયા

Advertisement
Advertisement

સંતો મહંતો સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા

શ્રી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ મોરબી પ્રવિણભારતી ચંદ્રકાન્તભારતી ની ટીમ દ્વારા ૧૪મો સમુહલગ્નોત્સવ મોરબી રામધન આશ્રમ ખાતે યોજાયો હતો.

જેમાં ૦૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા જેમાં કન્યાઓને કરીયાવરમાં સોના ચાંદીના દાગીના સહિત ૮૮ થી વધુ ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. આ સમૂહલગ્નમાં સંતો મહંતો સહિત મોરબી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ના ગોસ્વામી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત સંતો મહંતો અને આગેવાનો એ પ્રવચનમાં તમારા બાળકોને વધુને વધુ ભણાવો તેમજ મોંઘવારીમાં ખોટા ખર્ચ કરવાને બદલે સમૂહલગ્નમાં જોડાવવા પર ભાર મુક્યો હતો તેમજ સમાજને વધુને વધુ સંગઠિત બનાવવા પર ભાર મુક્યો હતો રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન એ નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા.

આ સમૂહલગ્નમાં મહંત શીવશંકરગીરી, મહંત બલરાજગીરી સહિત સમાજના રસીકગીરી નવલગીરી દીનેશગીરી હીરાગીરી પ્રમુખ છાત્રલય રાજકોટ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહલગ્નને સફળ બનાવવા ડો જયદીપપુરી રાજેશગીરી મહેન્દ્રનગર, અરવિંદવન, પ્રવિણગીરી સહિત સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા છઠ્ઠા સમૂહલગ્ન ૨૩ ફેબ્રુઆરીના યોજાશે

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજીત છઠ્ઠા સમૂહલગ્ન આગામી તા ૨૩/૦૨ ને રવિવારે સવારે ૯ વાગ્યે સાઈબાગ ગ્રાઉન્ડ જનકલ્યાણ નગર ઉમા ટાઉનશીપ સામે મોરબી ૨ સામાકાંઠે યોજાશે જેમાં સાત નવદંપતિઓ લગ્નગ્રંથી થી જોડાશે સમૂહલગ્નને સફળ બનાવવા યુવક મંડળ ના પ્રમુખ તેજશગીરી મગનગીરી પૂર્વ પ્રમુખ અમિતગીરી ગુણવંતગીરી સહિત સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular