Sunday, April 19, 2026
HomeMorbiHalvadરોલા નાખવા ભારે પડ્યાં: ઈન્સ્ટાગ્રામમા છરી સાથે પોસ્ટ કરનાર બે ઈસમોને પોલીસે...

રોલા નાખવા ભારે પડ્યાં: ઈન્સ્ટાગ્રામમા છરી સાથે પોસ્ટ કરનાર બે ઈસમોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

Advertisement
Advertisement

હળવદ વિસ્તારમાં છરી સાથે વિડીયો ઉતારી ઈન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કરનાર બે ઈસમોને ઝડપી પાડી હળવદ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે.

સોશ્યલ મીડીયા એપ્લીકેશન ઇન્સ્ટાગ્રામમાં કેટલાક ઇસમોનો છરી સાથે ઉતારેલ વિડીયો વાયરલ થયેલ હોય જેથી હળવદ પોલીસ ઇન્સ્પેકટરે તપાસ કરાવતા વિડીયોમાં દેખાતા ઇસમો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તાર રહેવાસીઓ તેમજ વિડીયો ઉતારેલ તે સ્થળ હળવદ સામંતસર તળાવ પાસે આવેલ બગીચાનો હોવાનું જણાઇ આવતા પોલીસ સ્ટાફે જરૂરી બાતમી મેળવી તાત્કાલીક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જેથી વાયરલ વિડીયોમાં દેખાતા ઇસમોની ઓળખ મેળવી છરી સાથે આરોપી જીતેશભાઇ મનોજભાઇ કાનજીભાઇ રાઠોડ રહે હળવદ બાયપાસ ત્રણ રસ્તા પાસે તથા કરણભાઇ બળદેવભાઇ સડલીયા રહે. જી.આઇ.ડી.સી બાલાજી કારખાના પાસે હળવદવાળાને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular