Monday, April 27, 2026
HomeGujaratશહેરી ઘરવિહોણા લોકોને ગરમીથી બચાવવા મોરબી મનપાની યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે...

શહેરી ઘરવિહોણા લોકોને ગરમીથી બચાવવા મોરબી મનપાની યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે ડે-ડ્રાઈવ યોજાઈ      

Advertisement
Advertisement

મોરબી: મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓનું મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુક થયેલ શ્રી સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. તા.27ના રોજ બપોરના સમયે માન.કમિશ્નર અને નાયબ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી શાખા તથા સંસ્થાના સ્ટાફ દ્વારા બપોરના સમયે ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલીંગ દ્વારા આશ્રયગૃહ નો લાભ લેવા પ્રેરિત કરવાની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

જેથી હિટવેવ ને કારણે ઘરવિહોણા લોકોના આરોગ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુ થી દિવસ દરમ્યાન ડે-ડ્રાઈવ નું આયોજન કરી શહેરી ઘરવિહોણા લોકોને આશ્રયગૃહ માં તબદીલ કરવામાં આવેલા હતા. ઉપરોક્ત ડ્રાઈવ દ્વારા 15 ઘરવિહોણા લોકોને પોતાના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોચાડવામાં આવ્યા હતા. મોરબી મહાનગરપાલિકા દ્વારા સદર આશ્રયગૃહમાં વધુને વધુ ઘરવિહોણા લોકોને લાભ લેવા કમિશ્નર મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular