Monday, April 27, 2026
HomeGujaratમોરબીની મચ્છુ-2 ડેમના 2 દરવાજા ખોલવામાં આવશે: નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા સુચના

મોરબીની મચ્છુ-2 ડેમના 2 દરવાજા ખોલવામાં આવશે: નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા સુચના

Advertisement
Advertisement

મોરબીની મચ્છુ-૨ ડેમ સાઇટ- જોધપર, મોરબી જીલ્લાના મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમના રીપેરિંગ તથા ગેટ બદલવાની કામગીરી માટે તા. ૦૨/૦૪/૨૦૨૫ના રોજ બપોરે ૦૪:૦૦ વાગ્યે ર દરવાજા ર ફુટ ખોલી ૧૩૦૦ ક્યુસેકનો પ્રવાહ પસાર કરવામાં આવશે. જે તબક્કાવાર વધારીને ૩૫૦૦ ક્યુસેક સુધી કરવામાં આવશે.

આથી ડેમના નીચવાસના ગામો જેવા કે, મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર તથા માળિયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી) સહિતના ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular