HomeMorbiમોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું ભવ્ય આયોજન 

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું ભવ્ય આયોજન 

નવચંડીયજ્ઞ,મહાઆરતી, ડાક ની રમઝટ,મહાપ્રસાદ સહિત ના કાર્યક્રમો નું આયોજન

મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ આસ્થા ને શ્રધ્ધાના પ્રતીકસમા ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ધક્કાવાળી મેલડી માતાજીનો નવરંગ માંડવા નું આયોજન તા ૦૮/૦૪/૨૫ ને મંગળવારે ચૈત્રસુદ ૧૧ એ કરાયું છે.

 

જેમાં સવારે ૮ વાગે નવચંડીયજ્ઞ સાંજે ૪ વાગે બીડું હોમવાનું ભુવાના સામૈયા સાંજે ૫ વાગે મહાપ્રસાદ સાંજે ૬ કલાકે મહાઆરતી સાંજે ૭ વાગે ડાક ની રમઝટ રાત્રે ૯ વાગે આ નવરંગ માંડવામાં હરેશભાઇ પનારા વિરમભાઈ પનારા (ટંકારાવાળા) રાવળદેવ માતાજીના ગરબા દુહા છંદ ને આખ્યાન ની રમઝટ બોલાવશે જેમાં પંચના ભુવા ભાવેશભાઈ પોપટ,દેવાભાઈ રૂપાભાઈ,ધીરુભાઈ ગણેશીયા, બાબુભાઇ ખાંભલા, હિતેન્દ્રસિંહ જાડેજા,સહિત ઉપસ્થિત રહેશે. આ માંડવામાં અતિથિ વિશેષ ચંદ્રસિંહ માલુભા મોરી મશરૂબાપુના સેવક ઉપસ્થિત રહેશે.

 

આ માંડવા ને સફળ બનાવવા મંદિરના ટ્રસ્ટીઓ પ્રમુખ ધનુભા જાડેજા, ઉપપ્રમુખ વિનુભાઈ ડાંગર, મંત્રી ધીરુભા જાડેજા, ખજાનચી શૈલેષભાઇ જાની,કિશોરભાઈ અગ્રાવત, રમેશભાઈ સાણંદીયા, ભાવેશભાઈ મહેતા,સહિત સેવાભાવી યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular