HomeMorbiHalvadહળવદના કેદારીયા ગામના પાટીયા નજીક કાર હડફેટે બાઇક ચાલકનું મોત

હળવદના કેદારીયા ગામના પાટીયા નજીક કાર હડફેટે બાઇક ચાલકનું મોત

હળવદ તાલુકાના કેદારીયા ગામના પાટિયા નજીક કાર અને બાઇક ચાલકે ઠોકરે લેતા બાઇક ચાલકનું મોત નિપજ્યું છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામના પાટિયા નજીક ગત તા.30 માર્ચના રોજ HH14-FX-1925 નંબરની મારુતિ સિયાઝ કારના ચાલકે GJ13-HH-6166 નંબરના બાઈક ચાલક રસિકભાઈ કાનજીભાઈ પરોઢા (રહે.કેદારીયા ગામ)વાળાને ઠોકરે લેતા ગંભીર ઇજાઓ પહોચી હતી. જેથી રસિકભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ અરવિંદભાઈએ હળવદ પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ફરિયાદ આધારે કાર ચાલકને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular