HomeMorbiHalvadહળવદ પોલીસે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને દબોચ્યો

હળવદ પોલીસે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને દબોચ્યો

હળવદ પોલીસે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને ઝડપી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં આ શખ્સે રાજસ્થાનમાં 10 ગુનાઓ આચર્યાનું પણ સામે આવ્યું છે.

હળવદ પોલીસની ટીમે વાહન ચેકીંગ દરમિયાન બાતમીના આધારે મોતીલાલ ઉર્ફે સોનું કાલુજી વર્મા ઉ.વ.26 રહે. હાલ કીડાણા, મૂળ રહે. કુંભલગઢ, રાજસ્થાનવાળાને ચોરાઉ બાઇક સાથે ઝડપી લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ આરોપી વિરૂદ્ધ રાજસ્થાનમાં 10 ગુનાઓ નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે. આ કામગીરીમાં હળવદ પીઆઇ આર. ટી. વ્યાસ, પીએસઆઈ કે.એચ અંબારીયા, હેડ.કોન્સ. વિજયભાઇ પરબતભાઇ ચાવડા, લાલભા રઘુભા ચૌહાણ, કોન્સ. હરપાલસિંહ રાજુભાઇ રાઠોડ, યુવરાજસિંહ નીરૂભા જાડેજા, વનરાજસિંહ કાનભા ચૌહાણ સહિતના રોકાયેલ હતા.

RELATED ARTICLES

Most Popular