મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાની દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના હેઠળ બેંક મારફત લોન સહાય મળી છે.
મોરબી મનપાની યુ.સી.ડી. શાખા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના અંતર્ગત સ્વરોજગાર લોન સહાય ઘટક હેઠળ મહાનગરપાલિકા વિસ્તારના લોકો માટે નાના પાયે ધંધો કે રોજગાર શરુ કરવા માટે રૂ. ૨ લાખ સુધીની બેંક મારફત લોન સહાય આપવામાં આવ છે. આ યોજનામાં રૂ.ર લાખની લોન પર ૭% વ્યાજ પર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે.
મોરબીના વોર્ડ નં ૧૧ ના મકરાણી વાસ વિસ્તારમાં રહેતા આગરીયા સલીમભાઈ જીવાભાઈ દ્વારા યુ.સી.ડી. શાખામાં પેસેન્જર રિક્ષા માટેની અરજી કરી હતી, જે અરજી બેંક ઓફ બરોડા, કેપિટલ માર્કેટ બ્રાંચ દ્વારા મંજુર કરી તેમને રૂ.ર લાખની લોન સહાય મળી છે.
આ લોન મળતા તેઓની આજીવિકા અને આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવ્યો છે. આથી લોન મળવા બદલ લાભાર્થીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.




