Monday, April 27, 2026
HomeGujaratમોરબીમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા લોકો પાસેથી ચાર્જ વસૂલવાનો તંત્રનો તખ્તો

મોરબીમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા લોકો પાસેથી ચાર્જ વસૂલવાનો તંત્રનો તખ્તો

Advertisement
Advertisement

મોરબીનો હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ અહીં દિવસેને દિવસે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકજામની સમસ્યા સતત વધી રહી છે. ખાસ કરીને શનાળા બાયપાસથી ગાંધીચોક સુધીનો રોડ, જુના બસ સ્ટેશનથી નેહરુ ગેટ ચોક ગેસ્ટ હાઉસ રોડથી મહાનગરપાલિકા કચેરી સુધીના રોડ પર વાહન ચાલકો દ્વારા આડેધડ રોડ પર વાહન મુકીને જતા રહેતા હોવાથી ટ્રાફિક જામ વધી રહ્યો છે.

ટ્રાફિકની આ વધતી સમસ્યાને ઉકેલવા મનપા દ્વારા મુખ્ય માર્ગોને “નો પાર્કિંગ ઝોન” જાહેર કર્યા બાદ હવે અલગ અલગ વિસ્તારમાં આવેલા જાહેર પાર્કિંગ પ્લોટને પે એન્ડ યુઝ કરવા તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેમાં શહેરના સૌથી વ્યસ્ત એવા શનાળા રોડ પર પે એન્ડ પાર્કિંગ કરશે જેમાં સરદાર બાગ ખાતે આવેલા પાર્કિંગ પ્લોટ તેમજ સુપર માર્કેટ સામેના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં આડેધડ પાર્કિંગ કરીને જતા રહેતા હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિ મુખ્ય પોસ્ટ ઓફીસ સામે આવેલા ત્રિકોણ બાગ ખાતેના પાર્કિંગ પ્લોટ અને શક્તિ ચોક ખાતે આવેલી જગ્યામાં પે એન્ડ યુઝ પાર્કિંગ કરવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. ત્રણેય પાર્કિંગ જગ્યાના ડેવલપમેન્ટ અને મેન્ટેન્સ માટેના એસ્ટીમેટ તૈયાર થયા બાદ મનપા દ્વારા જરૂરી ટેન્ડર પ્રક્રિયા પણ શરુ કરવામાં આવી છે. એજન્સીને ત્રણેય લોકેશનમાં આવતા વાહનોના પે એન્ડ યુઝ પાર્કિંગ શરુ કરવા અલગ અલગ એજન્સી પાસે ભાવ મંગાવવામાં આવ્યા છે.

આગામી દિવસોમાં ટેન્ડર પ્રકિયામાં જો એજન્સી મનપા જે શરતો રાખી છે તે શરતો મુજબ આવશે તો આ ત્રણેય સ્થળ પર વાહન પાર્ક કરવા વાહન ચાલકોએ રૂપિયા ચુકવવા તૈયાર રહેવું પડશે. જો કે, પાર્કિંગ ચાર્જ કેટલો લેવાશે, કેટલા વાહનોના પાર્કિંગ ક્ષમતા મુજબ થશે, હાલ દુકાન દારો ત્યાં વાહન મુકે છે તેમના માટે શું વ્યવસ્થા થશે તે આગામી દિવસમાં સામે આવી શકે છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular