Monday, April 27, 2026
HomeMorbiHalvadપત્નીએ કામ બાબતે ઠપકો આપતા પતિને લાગી આવ્યું, ઝેરી દવા ગટગટાવી મોતને...

પત્નીએ કામ બાબતે ઠપકો આપતા પતિને લાગી આવ્યું, ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું

Advertisement
Advertisement

હળવદ તાલુકાના રાતાભેર ગામની સીમમાં રમેશભાઈ ઇશ્વરભાઇ પટેલની વાડીએ યુવકને તેની પત્નીએ ખેતી કામ કરવા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ઝેરી દવા પી મોતને વ્હાલું કર્યું છે.

મળતી માહિતી મુજબ, મૂળ છોટાઉદેપુરના વતની અને હાલ હળવદ તાલુકાના રાતાભેર ગામની સીમમાં આવેલ રમેશભાઈ ચુનીલાલ પટેલની વાડીએ રહેતા ગોપાલભાઈ છગનભાઇ તડવી (ઉ.વ.૪૦) નામના યુવકને તેની પત્નીએ ખેતી કામ કરવા બાબતે ઠપકો આપતા યુવકને મનોમન લાગી આવતા વાડીએ જ જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી દવાની અસર થતા તાત્કાલિક મોરબી સરકારી સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં ચાલુ સારવાર દરમ્યાન જ યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular