HomeGujaratવેણાસર ગામે પાણીનો પોકાર

વેણાસર ગામે પાણીનો પોકાર

માળિયા તાલુકાના વેણાસર ગામે પાણીનો પોકાર ઉઠ્યો છે. ગ્રામજનોને પંદર પંદર દિવસે પણ પાણી ન મળતા જાણે કે સુકા દુષ્કાળનો સામનો કરી રહ્યા હોય તેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. પશુઓને પાણી માટે વલખા ન મારવા પડે તે માટે ટેન્કર નાખવા પડે છે. ગામજનો પાણીની તંગીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ગ્રામજનો પોતાની આપવીતી અઘિકારીઓને કહેવા છતાં પણ ધ્યાન આપતા નથી. જેથી હવે ગામલોકો રોષે ભરાયા છે. જો બે દિવસમા પાણીનો પ્રશ્ન હલ કરવામા નહીં આવે તો મહિલાઓ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે. તેમ સરપંચ અરજણભાઇ તથા ગામના લોકો પાણી માટે કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે. તેમ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular