કાશ્મીરમાં ફરવા ગયેલા લોકોને ૨૨ એપ્રિલના રોજ પહલગામની બાજુમાં બાઈસરનમાં ઇસ્લામિક જેહાદી માનસિકતા વાળા આતંકવાદીઓ એ તેમનો ધર્મ પૂછી, કલમાં વાંચવાનું કહી, લોકોના પેન્ટ ઉતારીને ધર્મ ચેક કરવામાં આવ્યો અને પછી હિન્દુ છે એવી આતંકવાદીને ખબર પડતા જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. આ ઘટનાને સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે, જેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ સખ્ત શબ્દોમાં નિંદા કરે છે અને એ આતંકવાદીઓના વિરોધમાં સવારે ૯:૩૦ કલાકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી ચાલ નગરદરવાજા સુધી મૌન રેલી યોજી આવતીકાલે શુક્રવારના રોજ 11 વાગ્યે નગરદરવાજાના ચોકમાં આતંકવાદીના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
મોરબીની સનાતની હિન્દુ સમાજ, તમામ હિન્દુ સંગઠનો, તમામ વેપારી એસોશિયેશન આ વિરોધ પ્રદર્શનમાં જોડાય તેવી વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ સાથે ગઈકાલ રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા મોરબીની મેઈન બજારમાં દુકાને-દુકાને સ્ટીકર પણ લગાવવામાં આવ્યા છે. જેથી જો કોઈ ઇસ્લામિક આતંકવાદીઓ ધર્મ પૂછીને ગોળીબાર કરતા હોય તો હવે હિન્દુ સમાજ પણ ધર્મ પૂછીને દરેક સામાનની ખરીદી કરે તેવી અપીલ મોરબીની સનાતની હિન્દુ જનતા પાસે કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમને ધ્યાનમાં રાખી મોરબી નગરના તમામ વેપારી એસોસિએશન દ્વારા કાલે સવારે અડધો દિવસ બંધનું એલાન કરવામાં આવ્યું છે તે નિર્ણયને વિશ્વ હિંદુ પરિષદ – બજરંગદળ મોરબી સરાહના કરે છે અને આ કાર્યક્રમમા સહભાગી થવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.




