મોરબીમાં બચુબાપાના અન્નક્ષેત્રમાં છરી બતાવી તોડફોડ કરનાર બે શખ્સો વિરુદ્ધ અંતે ગુન્હો દાખલ થયો છે.
મોરબીના સુરજબાગ પાસે બચુબાપાના અન્નક્ષેત્રમાં બે શખ્સોએ બચુબાપા તથા સાહેદને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બચુબાપાની હોટલનુ રાશન વેર વિખેર કરી આતંક મચાવનાર બે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા સુરજ બાગમાં ગરીબોને જમાડતા બચુભાઈ ઉર્ફે બચુબાપા નારણભાઈ ગામી (ઉ.વ.૮૧) એ આરોપી મુસ્તાક ફતેમહમદ કટીયા રહે. રણછોડનગર મોરબી તથા એઝાઝ મુસ્લિમ રહે. લાયન્સનગર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓએ ફરીયાદી તથા સાહેદ નસીમબેનને અપશબ્દો કહી છરી બતાવી જાનથી મારી નાખવાની ધકમી આપી લુખ્ખાગીરી કરી હોટલના બટેટા તથા મરચા વેર વીખેર કરી નાખી 300-400 રૂપીયાનું નુકસાન કરી નાખ્યું હતું. જેથી આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




