Tuesday, April 28, 2026
HomeGujaratકાશ્મીરમાં થયેલી હત્યાના વિરોધમાં મોરબી બંધને જબ્બર પ્રતિસાદ

કાશ્મીરમાં થયેલી હત્યાના વિરોધમાં મોરબી બંધને જબ્બર પ્રતિસાદ

Advertisement
Advertisement

કાશ્મીરમાં ફરવા ગયેલા લોકોને ૨૨ એપ્રિલના રોજ પહલગામની બાજુમાં બાઈસરનમાં ઇસ્લામિક જેહાદી માનસિકતા વાળા આતંકવાદીઓએ તેમનો ધર્મ પૂછી, કલમાં વાંચવાનું કહી, લોકોના પેન્ટ ઉતારીને ધર્મ ચેક કરવામાં આવ્યો અને પછી હિન્દુ છે એવી આતંકવાદીને ખબર પડતા જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. આ ઘટનાને મોરબીજનો વખોડી રહ્યા છે ત્યારે આતંકીઓના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ તેમજ વેપારી એસોસિએશન આતંકવાદીઓના વિરોધમાં સવારે ૯:૩૦ કલાકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી ચાલ નગરદરવાજા સુધી મૌન રેલી યોજી હતી. જેમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા.

તો નગરદરવાજાના ચોકમાં આતંકવાદીના પૂતળા દહન કરી આતંકવાદીઓ દ્વારા કરેલી હિંસાનો વિરોધ કર્યો હતો.

મોરબીની સનાતની હિન્દુ સમાજ, તમામ હિન્દુ સંગઠનો, તમામ વેપારી એસોશિયેશન આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

મોરબી નગરના તમામ વેપારી એસોસિએશન દ્વારા આજે અડધો દિવસ બંધનું એલાન કરવામાં આવ્યું છે જેને વેપારી એસોસિએશન દ્વારા જબરો પ્રતિસાદ પણ સાંપડ્યો છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular