મોરબીના દાઉદી વ્હોરા સમાજ દ્વારા જમ્મુ કશ્મીરના પહલગામા કરવામાં આવેલા આતંકી હુમલામાં 26 જેટલા ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી હતી તો અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા ત્યારે તેમના દુઃખમાં ભાગીદાર થવા મોરબી શહેરમા આવેલા સૈફી મસ્જીદ ખાતે ગત તા. ૨૫ ના રોજ મોરબીના આમિલ સાહેબના નૈતૃતવમાં શુક્રવારના દિવસે મૃતકો માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી. સાથે મૃતક ભારતીય નાગરિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. તદુપરાંત મૃતકોના સન્માનમાં 2 મિનિટ મૌન પાળ્યું હતું. દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મૃતકો પ્રત્યે દાઉદી વ્હોરા સમાજને સહાનુભૂતિ છે તેમજ આ મુશ્કેલ ઘડીમાં ઇશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
ઉલ્લેખનીય છે કે, આ આયોજન મોરબી અનજુમને સૈફી જમાઅત કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું.




