Tuesday, April 28, 2026
HomeMorbiHalvadકેદારીયા ગામે વોંકળામાં છુપાવેલી દારૂની 54 બોટલ મળી, આરોપી ફરાર 

કેદારીયા ગામે વોંકળામાં છુપાવેલી દારૂની 54 બોટલ મળી, આરોપી ફરાર 

Advertisement
Advertisement

હળવદ તાલુકાના કેદારીયા ગામ વિસ્તારની નેસડા નામે ઓળખાતી સીમના વોંકળામાંથી વિદેશી દારૂની 54 બોટલને રૂ.34,614 ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા આરોપી ચેતનભાઈ ભરતભાઈ કોળીએ કેદારીયા ગામના વિસ્તારમાં નેસડા નામે ઓળખાતી સીમમાં વોંકળામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી ઈંગ્લીશ દારૂની 54 બોટલ રૂ.34,614 નો મુદ્દામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular