મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બે અલગ અલગ દરોડામાં લીલાપર રોડ અને રાજપર ચોકડી નજીકથી વિદેશી દારૂની 5 બોટલ સાથે બે શખ્સને ઝડપી પાડ્યા છે.
મોરબી જિલ્લામાં દારૂની તો રેલમછેલ થઈ રહી છે, દરરોજ દારૂની બોટલો મળી રહી છે જેથી પોલીસ પણ લોકોને દારૂબંધીનું પાલન કરાવવા સખ્ત બની છે. ત્યારે પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે લીલાપર સ્મશાન રોડ પરથી આરોપી નિલેશ ભરતભાઇ ડાભી રહે.ત્રાજપર, રામકુવા વાળી શેરી, મોરબી વાળાને વિદેશી દારૂની ચાર બોટલ જેની કિંમત રૂ. 2800 સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજા દરોડામાં રાજપર ચોકડી પાસેથી પોલીસે બાઇકમાં વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 700 સાથે નીકળેલા આરોપી સારંગ મનીષભાઈ રાવલ રહે.શનાળા, નીતિનનગર વાળાને ઝડપી લઈ 40 હજારના બાઈક સહિત 40,700 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.




