HomeGujaratકડીયાણા ગામેથી માથક તરફના રસ્તે બાઇક લઈને નીકળેલા શખ્સ પાસેથી દારૂની બે...

કડીયાણા ગામેથી માથક તરફના રસ્તે બાઇક લઈને નીકળેલા શખ્સ પાસેથી દારૂની બે બોટલ મળી આવી

કડીયાણા ગામેથી માથક તરફ જવાના રસ્તે નર્મદા કેનાલ કાંઠેથી શંકાસ્પદ રીતે બાઈક લઈને નીકળેલા શખ્સ પાસેથી દારૂની બે બોટલ મળી આવતા હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

બનાવની મળતી માહિતી મુજબ, હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કડીયાણા ગામેથી માથક તરફ જવાના રસ્તે નર્મદા કેનાલ કાંઠેથી શંકાસ્પદ રીતે બાઈક લઈને નીકળેલા કુકાભાઈ ઉર્ફે કાનો હકાભાઈ રાતુજા (ઉ.વ.23) રહે.રણછોડગઢની તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂ. 1124 મળી આવતા 30 હજારના બાઈક સહિત કુલ રૂ. 31,124નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular