Tuesday, April 28, 2026
HomeGujaratમોરબીમાં મધર્સ ડેની અનોખી ઉજવણી, વૃદ્ધાશ્રમની વૃદ્ધ માતાઓને સાડીનો સેટ અને જીવન...

મોરબીમાં મધર્સ ડેની અનોખી ઉજવણી, વૃદ્ધાશ્રમની વૃદ્ધ માતાઓને સાડીનો સેટ અને જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ

Advertisement
Advertisement

મોરબીમાં સામાજિક કાર્યો થકી દેશભાવના ઉજાગર કરતા તેમજ દરેક પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપે મધર્સ ડેની પણ પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વૃદ્ધાશ્રમની માતાઓની માતૃવંદના કરીને સાડીનો સેટ તથા અન્ય તમામ જીવનજરુરી ચીજવસ્તુઓની કીટ ભેટમાં આપીને મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપની માતૃવંદના અને દરેક માતા પ્રત્યેની અનોખી લાગણીઓ જોઈને વૃદ્ધાશ્રમની માતાઓ ભાવુક બની ગઈ હતી અને સદાય સુખી રહેવાના મનોમન આશીર્વાદ આપ્યા હતા.

 

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દરેક તહેવારોને અલગ રીતે અને સામાજિક ચેતના જાગૃત કરતા કાર્યક્રમો કરી અનોખી પહેલ કરવા માટે હંમેશા કટિબદ્ધ હોય છે. ત્યારે આજે મધર ડે નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિશષ્ટ ઉજવણી કરીને માતૃવંદના થકી માતૃશક્તિનો ઋણ ચુકવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આજે માતા પ્રત્ય વાત્સલ્ય દર્શાવાનો અવસર નિમિતે મોરબી ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં રહેલી માતાઓને સાડીનો સેટ અને અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓ અર્પણ કરી તેમના પ્ર્ત્ય પ્રેમ અને આદર વ્યક્ત કરી માતૃવંદના કરી અનેરો આનંદ અને આશિર્વદ મેળવી ધન્યતાની અનુભૂતિ મેળવી હતી.

 

આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, કહેવાય છે કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી’ અર્થાત્ મા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ મહાન છે. માતાનુ સ્થાન ઊંચું છે. શાસ્ત્રમા પણ માતાનો દરજ્જો ભગવાનથી પણ ઊંચો છે. દુનિયામાં માતાની જ્ગ્યા કોઈ ન લઈ શકે. દુનિયામા એક મા જ એવી છે કે જે પોતાના બાળકોને નિસ્વાર્થ પ્રેમ કરે છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular