Tuesday, April 28, 2026
HomeGujaratમચ્છુ-૩ પુલના ખુણે પાર્ક કરેલા બાઈકની ચોરે કરી ઉઠાંતરી 

મચ્છુ-૩ પુલના ખુણે પાર્ક કરેલા બાઈકની ચોરે કરી ઉઠાંતરી 

Advertisement
Advertisement

મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં રવીરાજ ચોકડીથી મોરબી જતા રોડ પર મચ્છુ-૩ પુલના ખુણે રોડની સાઈડમાં પાર્ક કરેલું બાઈક કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર ગામે ન્યુ એરા સ્કૂલ પાસે બ્લોક નં.૨૦૧, સીટી હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા સુજ્ઞેશભાઈ ચંદુલાલ પાટડીયા (ઉ.વ.૩૫) એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં રવીરાજ ચોકડીથી મોરબી જતા રોડ પર મચ્છુ-૩ પુલના ખુણે રોડની સાઈડમાં પાર્ક કરેલુ 30 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર પ્રો. મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૧૩-એલ.એલ- ૩૫૪૯ કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular