Tuesday, April 28, 2026
HomeMorbiHalvadહળવદના ખોડ ગામે ઘરેથી પાણી ભરવાની ના પાડતા 4 શખ્સોએ યુવકને લાકડીથી...

હળવદના ખોડ ગામે ઘરેથી પાણી ભરવાની ના પાડતા 4 શખ્સોએ યુવકને લાકડીથી ધોકાવી નાખ્યો

Advertisement
Advertisement

હળવદ તાલુકાના ખોડ ગામે યુવકે અન્ય યુવકની પત્નીને પોતાના ઘરે પાણી ભરવાની ના પાડતા આ વાતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકને લાકડીથી માર મારીને મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા રાજેશભાઈ કરશનભાઈ મારૂ (ઉ.વ.૨૪) એ આરોપી ભુરાભાઇ માંડણભાઇ રબારી, ભરતભાઇ માંડણભાઇ રબારી, સગરામભાઇ માંડણભાઇ રબારી, ધારાભાઇ માંડણભાઇ રબારી રહે. બધા-ખોડ ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેના ભાઈ ભરતભાઈએ પોતાના ઘરે આરોપી ધારાભાઈ માંડણભાઈ રબારીની પત્નીને પાણી ભરવાની ના પાડતા આ ખાર રાખી આરોપીઓ લાકડી લઈને આવી ફરીયાદીને લાકડીથી ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular