Tuesday, April 28, 2026
HomeGujaratમોરબીના જુના ઘટું રોડ જય ગોપાલ વે-બ્રીજ પાસેથી મળેલા બાળકનું “SHE TEAM”...

મોરબીના જુના ઘટું રોડ જય ગોપાલ વે-બ્રીજ પાસેથી મળેલા બાળકનું “SHE TEAM” એ માતા પિતા સાથે કરાવ્યું પ્રેમભર્યું મિલન

Advertisement
Advertisement

મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં “SHE TEAM” કાર્યરત છે. ત્યારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન તા.13 ના રોજ આશરે સવારે છ વાગ્યા આસપાસ જુના ઘટું રોડ જય ગોપાલ વે-બ્રીજ પાસેથી આશરે (ઉ.વ.૩) નું વાલીવારસ વગરનું બાળક મળી આવ્યું હતું જેથી તેને સાથે રાખી તાત્કાલિક સ્થળ પર બાળકના માતાપિતાની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તે મળી આવ્યા નહિ, જેથી બાળકને પોલીસ સ્ટેશન લઇ આવી અને મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ની સી ટીમે બાળકનો કબ્જો સાંભળ્યો હતો સાથે જ આ બાળકના વાલીને શોધવા માટે કવાયત કરી ખુબ જ ટુંકા સમયમાં મોરબી જુના ધુઢ રોડ પાસે આવેલ જીલટોપ સીરામીકમાં કામ કરતા દોલતસિંહ બાદામસિંહ બારેલા (ઉ.વ.૩૨) ને શોધી ખાત્રી કરી અને બાળકને તેના વાલીને સોંપી આપ્યું હતું. માતા પિતા પણ તેના વ્હાલસોયા બાળકને શોધતા હોય બાળક મળી આવતા તેમણે રાહતનો શ્વાસ લીધો હતો.

આમ એક બાળકને તેના માતા પિતા સાથે પ્રેમભર્યું મિલન કરાવવામાં મોરબી સીટી બી ડીવી પોલીસ “SHE TEAM” ને સફળતા મળી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular