Tuesday, April 28, 2026
HomeGujaratમોરબીના જેતપર રોડ પરથી 136 લીટર દેશી દારૂ, મહેન્દ્રનગર ચોકડી પાસે શુભ...

મોરબીના જેતપર રોડ પરથી 136 લીટર દેશી દારૂ, મહેન્દ્રનગર ચોકડી પાસે શુભ કોમ્પ્લેક્સમાં ઓફિસમાંથી દસ બોટલ અને સિરામિક સિટીના ગેઈટ પાસેથી વાઇટલેસ વોડકાની બોટલ મળી

Advertisement
Advertisement

મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન જેતપર રોડ પર બેલા ગામની સીમમાં મોરલ સિરામિક સામેથી આરોપી મામદ ઉર્ફે ડાડો ફતેહમામદ કટિયા (ઉ.વ.24) રહે.કાંતિનગર મોરબી ને 136 લીટર દેશી દારૂની કિંમત રૂ. 27,200 સાથે ઝડપી લીધો હતો.

આરોપીની પૂછતાછમાં દેશી દારૂના આ ધંધામાં વેજીટેબલ રોડ મોરબી ખાતે રહેતા આરોપી જુસબ હબીબ જામની સંડોવણી આરોપીએ કબૂલતા એલસીબી ટીમે બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

આ ઉપરાંત, મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બે અલગ અલગ દરોડા પાડયા હતા જેમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાંથી દસ બોટલ દારૂ ઝડપી લઈ સિરામિક સીટી પાસેથી એક શખ્સને વિદેશી દારૂની એક બોટલ સાથે દબોચી લેવાયો હતો.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલા શુભ કોમ્પ્લેક્સમાં ઓફીસ નં. 339મા દરોડો પાડી આરોપી રાજેશ દલસુખભાઈ અઘારા રહે.મહેન્દ્રનગર ને વિદેશી દારૂની 10 બોટલ કિંમત રૂ. 13 હજાર સાથે ઝડપી લેતા દારૂની બોટલ આરોપી રાજુ કોળી રહે.લાલપર વાળો આપી ગયો હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે અન્ય એક દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે સિરામિક સિટીના ગેઈટ પાસેથી આરોપી ચિરાગ પ્રભુભાઈ કાવર રહે.નિત્યાનંદ સોસાયટી, હાઉસિંગ બોર્ડ, સામાકાંઠા વિસ્તાર વાળાને વાઈટલેસ વોડકાની એક બોટલ જેની કિંમત રૂપિયા 356 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular