HomeGujaratમોરબીમાં જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 5 જુગારીઓ ઝડપાયા

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 5 જુગારીઓ ઝડપાયા

મોરબીમાં જુગાર અને દારૂ તો જાણે સામાન્ય બની ગયું છે ત્યારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ત્રાજપરમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત 5 લોકોને પકડી લઈ તેમની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ત્રાજપર ખારીમાં રામજી મંદિર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા સવજીભાઇ ભીમાભાઈ સરાણીયાઈ (ઉ.વ.60) રહે. ત્રાજપર પંચની માતાવાળી શેરી મોરબી-2, સોમાભાઈ અરજણભાઈ મકવાણા (ઉ.વ.56) રહે. ત્રાજપર ચોરસવાળી શેરીમાં મોરબી-2, લાભુભાઇ કાનજીભાઈ પાટડીયા (ઉ.વ.52) રહે ત્રાજપર ખારી મોરબી-2, બેચરભાઈ કાળુભાઇ બારૈયા (ઉ.વ.60) રહે. કુબેર ધાર ત્રાજપર ખઆરી મોરબી-2, શારદાબેન સોમાભાઈ મકવાણા (ઉ.વ.54) રહે. ત્રાજપર ચોરાવાળી શેરીમાં મોરબી-2ને રોકડા રૂ.10,270 ના મુદામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular