મોરબીના રવાપર ઘુનડા રોડ પર ઉજવલ ફાર્મ પાસે જય દ્વારકાધીશ હાઇટસ સામે રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક શખ્સને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના રવાપર ઘુનડા રોડ પર ઉજવલ ફાર્મ પાસે જય દ્વારકાધીશ હાઇટસ સામે રોડ પરથી વિદેશી દારૂની 6 બોટલ જેની કિં.રૂ.5874 થાય છે આ સમગ્ર મુદ્દામાલ સાથે આરોપી રામારામ જોગારામ ખેરાજરામ (ઉ.વ.૨૫) રહે,મોરબી રવાપર ઘુનડા રોડ ન્યુ એરા સ્કૂલ પાસે જય દ્વારકાધીશ હાઇટસ પાસે મુળ રહે. રાજસ્થાનવાળો મળી આવતા આરોપીની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




