HomeGujaratઉંચી માંડલ ગામે ગ્રેનાઈટો સિરામિક ફેકટરીમાં કામ કરતી મૂળ ઓરિસ્સાની પરિણીતાનું નોર્મલ...

ઉંચી માંડલ ગામે ગ્રેનાઈટો સિરામિક ફેકટરીમાં કામ કરતી મૂળ ઓરિસ્સાની પરિણીતાનું નોર્મલ ડિલિવરી બાદ અચાનક મોત

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે સિરામિક ફેકટરીમાં મજૂરી કરતા મૂળ ઓરિસ્સાના વતની મહિલાને પ્રસવ પીડા ઉપડતા મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં પુત્રને જન્મ આપ્યાને તુરંત બાદ પ્રસુતાનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે ગ્રેનાઈટો સિરામિક ફેકટરીમાં રહી મજૂરી કામ કરતા મૂળ ઓરિસ્સાના વતની જમુનાબેન રામાભાઈ હોકંદા (ઉ.વ.38) નામની પરિણીતાને પ્રસવ પીડા ઉપડતા ગત તા.14ના રોજ મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જમુનાબેને નોર્મલ ડિલિવરીથી પુત્રને જન્મ આપ્યા બાદ તબિયત લથડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અચાનક બનેલી અઘટિત ઘટનાથી પરિવારમાં પુત્ર આવ્યાની ખુશી બાદ તરત જ શોકનો માહોલ છવાયો છે.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી હતી.

RELATED ARTICLES

Most Popular