મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ગ્રીન ચોકથી દરબારગઢ ખાતે શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, ધારાસભ્ય, મહાનગરપલિકા સ્ટાફ, જવેલર્સ એસોસીએશનના સભ્યો, તથા નગરજનો શ્રમદાનમાં જોડાયા હતા.
શ્રમદાન બાદ દરબારગઢ ખાતે દરબારગઢથી ડ્રેનેજ લાઇન નાખવાના કામનું ખાતમહુર્ત રાખવામાં આવ્યું હતું. તેમજ મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને ધ્યાનમાં લઈને શ્રમદાન ફોર મોરબીનું વાર્ષિક કેલેન્ડર બનાવવામાં આવ્યું છે. આથી તમામ મોરબીવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમમાં બોહળી સંખ્યામાં ભાગ લે તેવું આહ્વાન મોરબી મહાનગ્રસ્પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.




