Tuesday, April 28, 2026
HomeGujaratધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે “સ્પેશિયલ ઇમ્પ્રુવમેન્ટ વર્ગ” 

ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે “સ્પેશિયલ ઇમ્પ્રુવમેન્ટ વર્ગ” 

Advertisement
Advertisement

મોરબીમાં આવતીકાલે તા.17 ના રોજ ધો. 12 સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે અને એક કે વધુ વિષયોમાં નાપાસ થયેલા હોય અથવા ઓછા ગુણ મળ્યા હોવાથી પોતાના ગુણથી અસંતોષિત હોય, તેમના માટે મોરબી જિલ્લામાં અનોખુ અને લાભદાયી અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ, તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે, “સ્પેશિયલ ઇમ્પ્રુવમેન્ટ વર્ગ” નું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ગનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પુનઃ તૈયારીની તક આપવી અને આવતી પૂરક પરીક્ષા (જૂન-2025 )માં વધુ ગુણ મેળવી સફળતા મેળવવામાં મદદરૂપ થવાનો છે.

આ વર્ગની ખાસિયતો જોઈએ તો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને ગણિત જેવા અઘરા વિષયોની ગુણવત્તાપૂર્ણ તૈયારી, અનુભવી અને નિષ્ણાત શિક્ષકો દ્વારા માર્ગદર્શન, નિયમિત MCQ અને લેખિત ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન, પરીક્ષાની દૃષ્ટિએ ઉપયોગી અભ્યાસક્રમ આવરી લેવાશે.

 

આ સ્પેશિયલ ઇમ્પ્રુવમેન્ટ વર્ગમાં

મોરબી જિલ્લામાં આવેલી કોઈપણ શાળામાંથી ધોરણ 12 સાયન્સનો અભ્યાસ કરનારા એવા તમામ વિદ્યાર્થીઓ જે પરિણામ સુધારવા માંગતા હોય અને પૂરક પરીક્ષા (જૂન 2025 ) માં પરીક્ષા આપવાના હોય તેવા વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે.

 

આ વર્ગમાં ફોર્મ ભરવાની તા.18 થી 20 સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે.

આ વર્ગ 21 મેથી સવારે 8 થી 12 દરમિયાન ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલ યોજાશે.

 

રજીસ્ટ્રેશન માટે સંપર્ક :*

વિદ્યાર્થીઓએ સુધીર વી. ગાંભવાને 99256 50006 માં

અથવા

https://surveyheart.com/form/682710af6a5c2806fd430e75 પર સંપર્ક કરી શકાશે.

 

આ તકે, વિદ્યાર્થીઓ સમયસર રજીસ્ટ્રેશન કરી આ વિશિષ્ટ તકનો લાભ લે અને પોતાના ભવિષ્યને વધુ ઉજ્જ્વળ બનાવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular