HomeGujaratમોરબી મનપા દ્વારા મહિલા શૌચાલયનું રિનોવેશન કરાયુ, મહિલા સ્ટાફે કર્યું લોકાર્પણ

મોરબી મનપા દ્વારા મહિલા શૌચાલયનું રિનોવેશન કરાયુ, મહિલા સ્ટાફે કર્યું લોકાર્પણ

મોરબી મહાનગરપાલિકા દ્વારા મહિલા સ્ટાફ માટે મહિલા શૌચાલયનું નવીનીકરણ (રિનોવેશન) કરવામાં આવ્યું છે. આ નવીન શૌચાલય સુવિધાનું આજે તા.15ના રોજ મોરબી મહાનગરપાલિકાના મહિલા સ્ટાફ દ્વારા રિબન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ લોકાર્પણ પ્રસંગે કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મોરબી મહાનગરપાલિકા આગામી સમયમાં પણ મહિલા કર્મચારીઓ માટે વધુ સારી સુવિધાઓ આપવા માટે નિરંતર પ્રયાસ કરતું રહેશે.

RELATED ARTICLES

Most Popular