HomeGujaratમોરબી માળીયા (મિં) નેશનલ હાઇવે પર રાજસ્થાનથી આવતા ટ્રકમાં માટીમાં છુપાવેલો બિયરનો...

મોરબી માળીયા (મિં) નેશનલ હાઇવે પર રાજસ્થાનથી આવતા ટ્રકમાં માટીમાં છુપાવેલો બિયરનો જથ્થો મળ્યો

મોરબી માળીયા (મિં) નેશનલ હાઇવે પર મરકયુના સીરામીકની સામે રોડ પરથી ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવેલો 112 બિયરના ટીન કિ.રૂ.12,992 તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ કિ.રૂ. 30,17,992 ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચ/પેરોલ ફર્લો ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ટાફને સંયુક્તમાં ખાનગી બાતમી મળી હતું કે, ટ્રક ટ્રેઇલર રજી.નં. RI-21-GD-0930 રોડ પર ઊભો છે. જેમાં રાજસ્થાનથી આવતી સફેદ માટીની આડમાં ગેરકાયદે ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયરનો જથ્થો ભરેલ છે. આ બાતમીના આધારે ટ્રક ટ્રેલર મળી આવતા ચેક કરતા તેમાં ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવેલ બિયરના 112 ટીન કિ.રૂ.12,992 તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ કિ.રૂ. 30,17,992 ના મુદામાલ સાથે આરોપી રાજેન્દ્ર કાનારામભાઇ બાંગળા (ઉ.વ.36) ધંધો.ડ્રાઇવીંગ રહે.બીટન તા.મેડતા જી.નાગોર રાજસ્થાનવાળા ને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular