HomeGujaratહળવદ GIDC પાછળના પટમાં જાહેરમાં જુગાર રમતા 4 પત્તાપ્રેમીઓ ઝડપાયા 

હળવદ GIDC પાછળના પટમાં જાહેરમાં જુગાર રમતા 4 પત્તાપ્રેમીઓ ઝડપાયા 

હળવદમાં જી.આઇ.ડી.સી પાછળ ખુલ્લા પટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન હળવદમાં જી.આઇ.ડી.સી પાછળ ખુલ્લા પટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સો રાહુલ કેશાભાઇ દેથરીયા (ઉ.વ.૨૩) રહે. હળવદ જી.આઇ.ડી.સી પાછળ તા.હળવદ, જીગ્નેશ કેશુભાઇ ગોઢાણીયા (ઉ.વ.૩૧) રહે. જી.આઇ.ડી.સી પાછળ છાપરામા તા.હળવદ, ઇકબાલ ગુલામભાઇ કટીયા (ઉ.વ.૩૬) રહે. મીઠાના ગંજા ટીકર રોડ હળવદ તથા રાણા વિરાભાઇ સોલંકી (ઉ.વ.૪૫) રહે. હરીદર્શન સામે છાપરામા તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.2400 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હળવદ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular