Wednesday, April 29, 2026
HomeGujaratસાવધાન! જો શ્રમિકોની નોંધણી નથી થઈ તો આજે જ કરાવો, હળવદમાં શ્રમિકોની...

સાવધાન! જો શ્રમિકોની નોંધણી નથી થઈ તો આજે જ કરાવો, હળવદમાં શ્રમિકોની માહિતી પોલીસને ન આપતા 3 વિરુદ્ધ ગુનો નોંધાયો

Advertisement
Advertisement

જો તમે હજુ સુધી તમારે ત્યાં કામ કરતા શ્રમિકોની માહિતી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર નથી કરાવી તો આજે જ ચેતી જાઓ કારણ કે, હળવદ તાલુકામાં શ્રમીકોની માહિતી પોલીસને ન આપનાર ખેડૂત અને ગોડાઉન માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, હળવદ ઇંગોરાળા રોડ પર આવેલા ખેતરમાં ખેતમજૂર રાખી શ્રમીકની મહિતી MORBI ASSURED એપ્સ.માં રજીસ્ટ્રેશન અને પોલીસને માહીતી ન આપી હોવાથી આરોપી ખેત માલિક મનસુખભાઇ બાવલભાઈ માકાસણા (ઉ.વ.65) રહે. વિશ્વાસ સોસાયટી સરા રોડ કેનાલ પાસે હળવદવાળા વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધાયો છે.

આ ઉપરાંત, હળવદના ઇશ્વરનગર ગામની સીમમાં પોતાની નીચે કામ કરતા ખેત મજૂરની માહિતી MORBI ASSURED એપ્સ.માં અપલોડ કરવામાં આવી નથી. જેથી આરોપી સાગરભાઈ કાળુભાઈ વડગાસીયા (ઉ.વ‌.29) રહે. મેરૂપર તા. હળવદવાળા વિરુદ્ધ જાહેરનામા ભંગ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

તો હળવદમાં ક્રિષ્ના હોટલ પાસે નવા બંધાતા ગોડાઉનમાં કામ કરતા મજુરના આઇડી પ્રૂફ મેળવ્યા ન હોવાથી અને morbi assured એપ્સમાં રજીસ્ટ્રેશન કરેલું નથી એટલું જ નહીં પોલીસને પણ માહિતી ન આપી હોવાથી આરોપી વિનોદકુમાર બબઉરામ સોનકર (ઉ.વ.41) રહે. હળવદ માળિયા હાઈવે રોડ ક્રિષ્ના હોટલ પાછળ બંધાતા નવા ગોડાઉનમાં તા. હળવદ મૂળ રહે ઉતરપ્રદેશ વિરુદ્ધ જાહેરનામા ભંગ મુજબ ગુનો નોંધાયો છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular