HomeGujaratમોરબીના ઇન્દીરાનગર ખોડીયાર ચોકમાં જાહેરમાં તીનપત્તી રમતા 5 જુગારી ઝડપાયા

મોરબીના ઇન્દીરાનગર ખોડીયાર ચોકમાં જાહેરમાં તીનપત્તી રમતા 5 જુગારી ઝડપાયા

મોરબીમાં સામાકાંઠે આવેલા ઇન્દીરાનગર ખોડીયાર ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ જુગારીઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દીરાનગર ખોડીયાર ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો કાનજીભાઇ રામજીભાઇ સુરેલા (ઉ.વ.55) રહે. શેરી નં.3 કબીર ટેકરી મોરબી-2, રાજુભાઇ મગનભાઇ સુરેલા (ઉ.વ.46) રહે. ઇન્દીરાનગર મેલડીમાંના મંદીર વાળી શેરીમાં, કિશોરભાઇ મેરૂભાઇ ધોળકિયા (ઉ.વ.59) રહે. સર્કિટ હાઉસની સામે, વિધુતનગર, ત્રિભોવનભાઇ બચુભાઇ સનુરા (ઉ.વ.55) રહે. ગાયત્રીનગર હનુમાનજીના મંદીરની બાજુમાં તથા પ્રવિણભાઇ રામજીભાઇ સુરેલા (ઉ.વ.40) રહે. શેરી નં.3 કબીર ટેકરી મોરબીવાળાને રોકડ રકમ રૂ.6400 ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular