HomeGujaratમોરબીની આયુષ હોસ્પિટલમાં દૂરબીનથી પ્રોસ્ટેટની સફળ સર્જરી

મોરબીની આયુષ હોસ્પિટલમાં દૂરબીનથી પ્રોસ્ટેટની સફળ સર્જરી

મોરબીમાં 65 વર્ષીય આધેડ દર્દીને પેશાબમાં તકલીફ હતી, પેશાબ પૂરી રીતે ન ઉતરવો, ધીમેથી ઉતરવો, રાત્રે વાંરવાર પેશાબ કરવા જવું જેવા લક્ષણો હતા. જેથી તેમને હોસ્પિટલમાં બતાવ્યું હતું જ્યાં રીપોર્ટ કરતા જાણવા મળ્યું હતું કે, તેમની પ્રોસ્ટેટની ગ્રંથી મોટી થઇ ગઈ છે. તેમના પ્રોસ્ટેટની સાઈઝ 127 ગ્રામ છે. જ્યારે સામાન્ય પ્રોસ્ટેટની સાઈઝ 12 થી 15 ગ્રામ હોય છે.

દર્દીને હોસ્પીટલમાંથી કેહવામાં આવ્યું કે, ટાંકા વગરનું (દૂરબીનથી) ઓપરેશન થશે નહીં. તેમને ચીરોમારીને ટાંકાવાળું ઓપરેશન કરવું પડશે. ત્યારબાદ દર્દી આયુષ હોસ્પિટલમાં બતાવવા માટે ગયા હતા. ત્યાં યુરોલોજીસ્ટ ડૉ. કેયુર પટેલ દ્વારા સમજાવામાં આવ્યું હતું કે, પ્રોસ્ટેટની સાઈઝ મોટી થઈ ગઈ હોવાના કારણે ટાંકા વગરનું (દૂરબીનથી) ઓપરેશન શક્ય છે, પરંતુ 2 સ્ટેજમાં કરવું પડે જેથી દર્દીના અનુકુળતા મુજબ 4 દિવસની અંદર અંદર 2 સ્ટેજમાં ટાંકા વગરનું (દૂરબીનથી) ઓપરેશન કરવામાં આવ્યું અને 127 ગ્રામના પ્રોસ્ટેટને દુર કરી અને દર્દીને રજા આપવામાં આવી હતી.

હાલમાં દર્દીને પેશાબમાં કોઈ પ્રકારની તકલીફ નથી. તેથી દર્દી અને તેમના સગાસંબંધીઓએ ડૉ.કેયુર પટેલ અને હોસ્પિટલના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular