HomeMorbiHalvadસુરવદર ગામે પ્રેમસંબંધનો ખાર રાખી પ્રેમિકાના પરિવારે યુવક પર છરી અને ધોકા...

સુરવદર ગામે પ્રેમસંબંધનો ખાર રાખી પ્રેમિકાના પરિવારે યુવક પર છરી અને ધોકા સાથે જીવલેણ હુમલો કર્યો, એકની હત્યા 

હળવદ તાલુકાના સુરવદર ગામે યુવકના ભાઈને આરોપીની બહેન સાથે પ્રેમ સંબંધ હોય અને યુવકનો ભાઈ આરોપીની બહેનને ભગાડી લઈ ગયો હોવાનો ખાર રાખી આરોપીઓ છરી, ધોકા, જેવા હથીયાર સાથે આવી યુવકના ઘરમાં ઘુસી યુવકનું અપહરણ કરી તેનું ગળુ દબાવી તથા ચંદુભાઈ અને અન્ય મિત્રો યુવકને છોડાવવા જતા ચંદુભાઈને આરોપીએ છરીના ઘા મારી હત્યા કરી જયેશભાઇ તથા જયસુખભાઇ તથા યુવકની બહેનનેને માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા કિરણભાઈ કરશનભાઈ ધામેચા (ઉ.વ.23)એ આરોપી વિશાલભાઇ રમેશભાઇ કોળી, શામજીભાઇ રણછોડભાઇ કોળી, સાગરભાઇ રણછોડભાઇ કોળી રહે. બધા રાયધ્રા તા.હળવદ તથા આશીષભાઇ બાબુભાઇ કોળી રહે. શક્તીનગર તથા અજાણ્યા ચારથી પાંચ માણસો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીની બહેનને મનોજ ભગાડી લઈ ગયો હોવાથી આ અંગે મનદુઃખ રાખી આરોપીઓએ છરી, તથા ધોકા જેવા જીવલેણ હથિયારો સાથે યુવકના ઘરમાં ઘુસી ફરિયાદીનું અપહરણ કરી ગાડીમાં બેસાડી અજાણ્યા શખ્સોએ ગળુ દબાવી દેતા ચંદુભાઈ ધામેચા તથા અન્ય માણસો ફરીયાદીને છોડાવવા જતા આરોપી વિશાલે છરીથી ચંદુભાઈ ધામેચાને (ઉ.વ.55) ને ઇજા પહોંચાડી હત્યા કરી હતી તથા જયેશભાઇને પણ મારી નાખવાના ઇરાદાથી છરીથી ઇજા પહોંચાડી હતી તથા ફરીયાદીના બહેન સંજનાને હાથના કાંડા પર ધોકાના ઘા માર્યા હતા. અને ફરીયાદીના ભાઇ જયસુખભાઇને પીઠના ભાગે ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular