મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા મહારાણા સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે વાયર (કેબલ) ચોરી કરનાર બે શખ્સને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી મોરબીમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નવી ચોરી કરે તે પહેલા જ પકડી પાડવામાં આવ્યો છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એ. વસાવાના સુપરવિઝન હેઠળ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી હકિકત મળી હતી કે, “મોરબી બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહારાણા સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે એન.એફ.એસ. ઓ.એફ.સી કેબલ 200 મીટર તથા જોઇન્ટ ક્લોઝર ચોરી થઈ હતી જે ચોરી કરનાર શખ્સ અન્ય ચોરી કરવાના ઇરાદે રેકી કરવા આવવાનો છે અને તે વાવડી ગામથી વાવડી રોડ રેલ્વે સ્ટેશન થઇ નટરાજ ફાટક થઇ મોરબી-2 માં આવનાર છે” એવી બાતમી મળતા સર્વેલન્સ સ્ટાફ મહારાણા સર્કલ પાસે વોચ તપાસમા રહેતા મહારાણા સર્કલ પાસેથી આરોપી દિનેશ નંદુભાઇ માવી (ઉ.વ.20) રહે. હાલ ભુમી ટાવર સામે ઝુપડામા વાવડી ગામ તા.જી.મોરબી મૂળ રહે,ગામ નાના કોટડા પો.સ્ટ.કોતવાલી તા.જી.જામવા મધ્યપ્રદેશવાળાને પકડી પાડેલ છે તેમજ તેને જે ચોરીના મુદ્દામાલ આપી રજાકભાઇ લતીફભાઇ કચ્છી (ઉ.વ.62) રહે. કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબીવાળાને પણ પકડેલ હોય તેઓ બંન્નેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે અને એન.એફ.એસ.ઓ.સી વાયર (કેબલ) 200 મીટર તથા જોઇન્ટ ક્લોઝરનુ વેચાણ કરી રોકડ રૂ.16 હજાર કબ્જે કરવામાં આવ્યા છે. આમ, મોરબીમાં થયેલી ચોરીના ગુનો ભેદ ઉકેલી નવી ચોરીઓને અંજામ આપે તે પહેલા જ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.




