HomeGujaratમોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે રીક્ષા સ્ટેન્ડમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા...

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે રીક્ષા સ્ટેન્ડમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા 4 ઝડપાયા

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે રીક્ષા સ્ટેન્ડમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર શખ્સોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે રીક્ષા સ્ટેન્ડમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર શખ્સો મીનપ્રસાદ વસંતપ્રસાદ ભુશાલ (ઉ.વ.24) રહે.મોરબી વીશીપરા હાઉસીંગ કવાર્ટર પાછળ લાખુભા દરબારના મકાનમા, સાગરપુરી નીતીનપુરી ગૌસ્વામી (ઉ.વ.27) રહે.મોરબી વાવડી રોડ સુમતીનાથ સોસાયટી જૈન દેરાસર બાજુમા, ઇમરાનભાઇ ગફારભાઇ પરમાર (ઉ.વ.42) રહે.મોરબી લાતીપ્લોટ શેરીનં.7 તથા મહમદભાઇ જીવાભાઇ પરમાર (ઉ.વ.41) રહે. વાવડી રોડ લોમજીવન સોસાયટી મોરબીવાળાને રોકડ રકમ રૂ.2700 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular