મોરબી સિટી બી ડિવિઝન પોલીસને ખાનગીરાહે મળેલી બાતમીના આધારે મોરબી વીશીપરા રણછોડનગર ખાતે હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી કાનજીભાઇ મગનભાઇ શ્રીમાળી (ઉ.વ.52) ધંધો મજુરી રહે,મોરબી વીશીપરા પ્રજાપતી કારખાનાની ઓરડીમાં, અર્જુનસિંગ જીવનસિંગ રાજપુત (ઉ.વ.18) ધંધો,મજુરી રહે,વીશીપરા રણછોડનગર સાંઇબાબાના મંદીર પાસે, જયેશભાઇ માણેકલાલ ત્રીવેદી (ઉ.વ.21) ધંધો,મજુરી રહે,મોરબી રણછોડનગર સાંઇબાબાના મંદીરપાસે, સૌકતભાઇ ઇસ્માઇલભાઇ સાઇચા (ઉ.વ.25) ધંધો,મજુરી રહે,વીશીપરા રણછોડનગર સાંઇબાબાના મંદીર પાસે, વિજયભાઇ નાગજીભાઈ રાવ (ઉ.વ.31) ધંધો,ડ્રાઇવિંગ રહે,વીશીપરા જુના હાઉસીંગ બોર્ડ હનુમાનજી મંદીરવાળી શેરી. આ તમામને ગંજીપતાના પાના રમતા ઝડપી લઈ રોકડા રૂ.18 હજાર સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.




