HomeGujaratબીલીયા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ 3.38 લાખની રોકડ સાથે...

બીલીયા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ 3.38 લાખની રોકડ સાથે ઝડપાયા

મોરબી તાલુકાના બીલીયા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત જુગારીઓ 3,38,600 ની રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપાયા છે.

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાની સૂચના મુજબ તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ અને ટીમ કામ કરી રહી છે ત્યારે મહેન્દ્રસિંહ ભુપતસિંહ ચુડાસમા તથા ભગીરથભાઇ દાદભાઈ લોખીલને મળેલી બાતમીના આધારે જુગારની રેઇડ કરી મોરબી તાલુકાના બીલીયા ગામે ભરતભાઇ રૂગ્નાથભાઇ પટેલના રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા, જેમાં ઘરધણી ભરતભાઇ રૂગનાથભાઇ પટેલ રહે-બિલિયા, મનસુખભાઇ હરખાભાઇ પટેલ રહે-રવાપર રોડ દપર્ણ સોસાયટી ફલેટ નંબર ૩૦૨ મોરબી, પુનીતભાઈ માવજીભાઇ પટેલ રહે-કન્યા છાત્રાલય રોડ રૂષીકેશ એપાર્ટમેન્ટ ફલેટ ૧૦૧ મોરબી, જયેશભાઇ કાનજીભાઇ પટેલ રહે-પંચાસર રોડ પ્રમુખ સ્વામી સોસાયટી મોરબી, કૌશીકભાઇ દેવજીભાઇ રહે-બીલીયા, કપીલભાઇ પ્રહલાદભાઈ પટેલ રહે-બીલીયા અને જયેશભાઇ વનજીભાઇ પટેલ રહે-વાવડી મોરબી વાળા જુગાર રમતા મળી આવતા પોલીસે રોકડ રૂ.3,38,600, 10 હજારની કિંમતના બે મોબાઇલ સહિત 3,48,600 ના મુદ્દામાલ સાથે પકડી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular