HomeGujaratમોરબીના રફાળેશ્વર GIDC કામ કરતા બે યુવકોનું છાપરા પરથી નીચે પટકાતા મોત

મોરબીના રફાળેશ્વર GIDC કામ કરતા બે યુવકોનું છાપરા પરથી નીચે પટકાતા મોત

મોરબીના રફાળેશ્વર GIDC માં જીઓ ટેક કલર કંપનીના કારખાનાના પતરાના છાપરા પરથી કામ કરતી વખતે નીચે પટકાતા બે યુવકના મોત નીપજ્યા હતા.

આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, કિશોરભાઇ કાંતિભાઇ અદગામા (ઉ.વ.40) રહે,ત્રાજપર કેદાર પેટ્રોલપંપ મોરબી તથા દિનેશભાઇ સોમાભાઇ વરાણીયા (ઉ.વ.45) રહે,ત્રાજપર, મોરબી તા.જી.મોરબી વાળા રફાળેશ્વર GIDC જીઓ ટેક કલર કંપનીના કારખાનાના પતરાના છાપરા પર કામ કરતા હતા તે દરમિયાન કોઇ કારણસર પતરા પરથી બન્ને જણા નીચે પડતા ગંભીર ઇજાઓ પહોંચતા બંને યુવકોના મોત નીપજ્યા હતા.‌

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular